✨ નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. વધુ માહિતી માટે કાર્યાલયનો સંપર્ક કરો.
શાહપુર (વડ) પ્રાથમિક શાળા ખાતે આજે તારીખ ૦૮/૦૯/૨૦૨૬ ના રોજ એક અત્યંત સરાહનીય અને આનંદદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. MAS Financial Services Limited, અમદાવાદ તરફથી શાળાના તમામ ૩૨૫ બાળકોને દાન પેટે ઉપયોગી શૈક્ષણિક સાધનસામગ્રીની કિટ આપવામાં આવી હતી. આ કિટમાં દરેક બાળકને ચોપડા, નોટબુક, પેન્સીલ બોક્સ, બોલપેન બોક્સ તથા 'પહેલું કદમ' પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.
🌟 ભામાશા સ્મરણ: MAS Financial Services Limited કંપનીના મેનેજર સાહેબશ્રી સુરેશભાઇ પટેલ અને તેમની ટીમ તેમજ શાહપુર (વડ) ગામના વતની ક્રિષ્ણાબેન રાવલ અને તેમના પતિ મુકેશભાઇ રાવલના ભગીરથ પ્રયાસો દ્વારા આ સુંદર શૈક્ષણિક દાન શક્ય બન્યું હતું.
આ દાન અર્પણ કાર્યક્રમ પ્રસંગે કંપની તરફથી મેનેજર સાહેબશ્રી સુરેશભાઇ પટેલ તથા તેમની ટીમના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા સૌપ્રથમ તમામ ઉપસ્થિત મહેમાનશ્રીઓનું કુમકુમ તિલક કરી અને શાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન સમારોહ બાદ શાળાના તમામ ૩૨૫ બાળકોને એક પછી એક તબક્કાવાર શૈક્ષણિક કિટ્સ આપવાનું શરૂ કરવામાં આવ્યું. નવું સાહિત્ય અને શૈક્ષણિક સાધનો મેળવીને બાળકોના ચહેરા પર એક અનોખી ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
શાહપુર (વડ) પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષણ માટે આટલું મોટું અને ઉપયોગી દાન આપવા બદલ શાળા પરિવાર MAS Financial Services Limited કંપની, મેનેજર સાહેબશ્રી સુરેશભાઇ પટેલ તથા તેમની ટીમ અને આ કાર્યમાં નિમિત્ત બનેલ શ્રીમતી ક્રિષ્ણાબેન રાવલ તથા શ્રી મુકેશભાઇ રાવલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
🙏 વિદ્યાદાન એ જ શ્રેષ્ઠ દાન! જય હિન્દ! 🇮🇳
શાહપુર (વડ) પ્રાથમિક શાળા પરિવાર