✨ નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ અપાશે. વધુ માહિતી માટે કાર્યાલયનો સંપર્ક કરો.
શાહપુર (વડ) પ્રાથમિક શાળામાં આજે તારીખ ૧૧/૦૯/૨૦૨૬ ના રોજ શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના ઉત્સાહી અને સમર્પિત શિક્ષકશ્રી દિક્ષિતકુમાર જ્યંતિભાઇ ની વધમાં બદલી થતાં એક અત્યંત ભાવાત્મક અને યાદગાર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
🌟 સન્માન અને સ્મૃતિ: શાળા પરિવાર દ્વારા શિક્ષકશ્રી દિક્ષિતકુમાર જ્યંતિભાઇ ને કુમકુમ તિલક કરી, શાલ ઓઢાડી તથા યાદગાર ભેટ (ગીફ્ટ) અર્પણ કરીને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને બાળકો દ્વારા શિક્ષકશ્રી દિક્ષિતકુમારની શાળા પ્રત્યેની સેવાઓ, ગણિત-વિજ્ઞાન વિષયમાં તેમનું વિશિષ્ટ યોગદાન તેમજ બાળકો પ્રત્યેના સ્નેહાળ વલણને યાદ કરવામાં આવ્યું હતું. તમામ સભ્યોએ તેમની ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
શિક્ષકશ્રી દિક્ષિતકુમાર જ્યંતિભાઇ નવી શાળામાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વિજયના શિખરો સર કરે તેવી શાહપુર (વડ) પ્રાથમિક શાળા પરિવાર તથા તમામ વિદ્યાર્થીઓ તરફથી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
🙏 ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ! જય હિન્દ! 🇮🇳
શાહપુર (વડ) પ્રાથમિક શાળા પરિવાર